ખેડા શહેર વિષે


            વાત્રક,શેઠી, મેસ્વો,મહોર, અને હાથમતી નદીઓના પવિત્ર સંગમ ઉપર એક ઉંચા ટિંબા પર પુરાણા પ્રસિદ્ધ પ્રાચીન નગર આવેલ જે આજનું ખેડા. આ ખેડા પહેલા ખેટકપુર તરીકે ઓડખાતું હતું ત્યારે મયુર ધ્વજ રાજા નું રાજ હતું. ખેડા ભૌગોલિક રીતે, ઐતિહાસિક રીતે, ગુજરાત-ભારતમાં આગવું મહત્વ ધરાવે છે.ખેડા માત્ર અત્યાર નવા યુગ માં જ મહત્વ પામેલ સ્થાન નથી પરંતુ ઐતિહાસિક રીતે તેનું મહત્વ હજારો વર્ષથી રહેલ છે. સાંપ્રત યુગ માં પણ ભોગોલિક રીતે ખેડાએ ગુજરાત-ભારતનાં ભૂપૂસ્ઢ પર તેના આગવા સ્થાને લીધે મોકનું સ્થાન પ્રાપ્ત કરેલ છે.

             ઇતિહાસના ઘણા પૃષ્ટો પર ખેડની વાત નોધાયેલ છે. ત્યાર થી અત્યારના માં.વડાપ્રધાન શ્રી વાજ્પેઈ શ્રી નીઅત્યંત મહત્વકાક્ષી ભારતને જોડતા રાષ્ટ્રીય હાઇવે સુધી મહત્વ રહેલ છે. ઐતિહાસિક તથ્યની રીતે અનુસરીને પ્રમાણ કાઢીએ તો વલભી અને ગુપ્ત સવત 310 (ઇ.સ. ૬૦૦ ની આસપાસ નો સમય) થી ખેડનો ઉલ્લેખ પ્રાપ્ત થઈ છે. (હી.ઇ.ઓફ ગુજરાત-આચાર્ય, પોલિટિકલ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા-રાય ચોધરી, એન ઇંપિરિયલ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા-કે.પી. જયસ્વાલ) આ સમય ના વલ્લભી સામ્રાજ્યના સિક્કાઓમાં નદીની આકૃતિવાળા ગોળ સિક્કાઓ ચલણમાં હતા. આ સિકાઓ ખેડની પ્રચિનતા બતાવે છે અને ખેટ્ટ્ક-ખેડા ની પ્રાચિંનતાનું તે પ્રમાણે છે.

             ૧૯૯૦ થી ખેડા મ્યુન્સિપાલિટીનો વહીવટ ચાલુ થયો જે ૩૨ વર્ષ સુધી રહ્યો. વસ્તી નો વધારો થતાં વહીવટીય સરળતા ખાતર ખેડા નગર પંચાયતનો દરજજો ૧૯૬૨ માં પ્રાપ્ત થયો જે ૧૯૯૪ સુધી ચાલ્યો. ૧૯૯૧ ની વસ્તી ગણતરી નજરે વહીવટીય સરળતા માટે ખેડા નગરપાલિકા બરોનો દરજ્જો પ્રાપ્ત થયો અને તેનો અમલ તા.૧૪-૦૯-૧૯૯૪ થી શરૂ થયો.

              ખેડા એ ૨૨.૮૫ અક્ષાશ અને ૭૭.૪૪ રેખાશ પર અને દરિયાની સપાટી થી ૩૩.૪૩ મીટરની ઊચાઇ પર પાચ નદીઓ ના સંગમ કિનારે આવેલું છે. આ પાચ નદીઓમાં વાત્રક, શેઢી, મેસ્વો, મહોર અને હાથમતી નદી નો સમાવેશ થાય છે.

             આ ખેડા પહેલા ખેટકપુર તરીકે ઓળખાતું હતું ત્યારે મયુર ધ્વજ રાજાનું રાજ હતું. ખેડા ભોગોલિક રીતે, ગુજરાત-ભારત માં આગવું મહત્વ ધરાવે છે.


            ખેડા માત્ર નવા યુગમાં જ મહત્વ પામેલ સ્થાન નથી, પરંતુ ઐતિહાસિક રીતે તેનું મહત્વ હજારો વર્ષથી રહેલ છે. સાપ્રત યુગમાં પણ ભૌગોલિક રીતે ખેડાએ ગુજરાત-ભારતના ભૂપુષ્ઠ પર એના આગવા સ્થાન ને લીધે મોકનું સ્થાન પ્રાપ્ત કરેલ છે.
 
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી, આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી. All rights reserved @ KHEDA Nagarpalika                                                                           Total Visitor : 7530
 સંપર્ક:- ખેડા નગરપાલિકા, ખેડા
 (O).02694-222074 E-Mail : np_kheda@yahoo.co.in                                                                                                          Remote Support